આજ રોજ સવારના સમયે બનેલી એક દુકાન ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સવાર સવારમાં બે મહિલા શિક્ષિકા સાથે કંઈક એવું બન્યું કે બંનેનું દર્દનાક મોત થયું છે. બંનેના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને શાળા સ્ટાફમાં માતમ ખોવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બંને મહિલા શિક્ષિકા ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી.
આ કારણોસર બંનેનું મોત થયું છે. આ ઘટના ઔરંગાબાદમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બંને મહિલાઓ રેલવે ટ્રેક પર ચાલીને જતી હતી. આ દરમિયાન ત્યાં ટ્રેન આવી ગઈ હતી અને બંને તેની અડફેટેમાં આવી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, જો રોડ માર્ગથી શાળાએ જાય તો પાંચ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જો રેલવે ટ્રેક પરથી જાય તો માત્ર 1 km કાપ્યા બાદ શાળા આવી જાય છે. જેના કારણે બંને મહિલા શિક્ષિકાએ શાળાએ જવા માટે શોર્ટકટ રસ્તો પસંદ કર્યો હતો. બંને મહિલાઓ રેલવે ટ્રેક પર ચાલીને શાળાએ જતી હતી.
આ દરમિયાન બંને અકસ્માતનો શિકાર બની હતી અને બંનેનું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં 43 વર્ષીય મીરા કુમારી અને 38 વર્ષીય સવિતા કુમારીનું મોત થયું છે. બંને એક જ સ્કૂલમાં બાળકોને ભણાવતી હતી. આજરોજ તેઓ દરરોજની જેમ સવારે શાળાએ જવા માટે રેલવે ટ્રેક પરથી જતા હતા. આ દરમિયાન બંનેનો અકસ્માત થયો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવવાની જાણ થતા જ પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી કર્યા બાદ બંને મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મીરા કુમારીનું મોત થતા જ ત્રણ દીકરી અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે સવિતા કુમારીનું મોત થતા એક દીકરી અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment