સુરતમાં દિવસેને દિવસે જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી જાય છે. ત્યારે એક જ્વેલર્સના માલિકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે જ્વેલર્સના માલિકને સારવાર માટે તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભગવતી કૃપા સોસાયટી ખાતે રહેતા નીતિનભાઈ મોહનભાઈ ઉડવિયા વરાછામાં ભગીરથ સોસાયટી વિભાગ-1 માં મહાકાળી નામની જ્વેલર્સની દુકાન ચલાવતા હતા.
મળતી માહિતી અનુસાર કોરોનાની મહામારી માં ધંધો પડી ભાંગતા તેમને અલગ-અલગ લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. મળતી માહિતી અનુસાર તેમને અંદાજે દોઢથી બે કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા.
જેના કારણે તેઓ સતત માનસિક ટેન્શન માં રહેતા હતા. આ ઉપરાંત વ્યાજખોરી ની ઉઘરાણી લઈને તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. તેના કારણે તેમને પોતાની દુકાનમાં ઝેરી દવા પીને જીવ ટૂંકો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા નીતિનભાઈ ના ભાઈ તાત્કાલિક દુકાને પહોંચી આવ્યા હતા. અને નીચે દબાઈ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દોઢથી બે કરોડનું દેવું થઈ જતાં નીતિનભાઈ આ પગલું ભર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment