આપણે સૌ લોક ગાયિકા કિંજલ દવે વિશે જાણીએ છીએ કે તેના ચાહકો પણ ઘણા બધા છે. અને તેમનો સુરીલો અવાજ આજે દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યો છે. ત્યારે તેઓ તેમના સંગીતનો કાર્યક્રમ અનેક જગ્યાએ યોજે છે. ત્યારે આજે આપણે એક એવા જ કાર્યક્રમ વિશે વાત કરીશું કે જ્યાં કિંજલ દવે રમઝટ બોલાવી હતી અને તેમના કેટલાક ચાહકો પણ ઝૂમી ઉઠયા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે લોક ગાયિકા કિંજલ દવેના સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે તેમના સુરેલા અવાજથી લોકોએ નોટોનો વરસાદ વરસાવ્યો હતો. ત્યારે અમુક એવા આવારા તત્વો દ્વારા ખુરશીઓ પછાડતા નજરે પડ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે લોકો મોટી સંખ્યામાં જોડાયા હોવાથી ખુરશી ઉપર ચડીને પડાપડી થઇ હતી.
જેના લીધે ઘણી ખુરશીઓ નુકસાન પણ થયું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાધનપુર માં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે એક સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કિંજલ દવે ના સંગીતને લોકો એ નોટોનો વરસાદ વરસાવીને બિરદાવ્યો હતો.
ત્યારે આજે એક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે જેમાં યુવાનો દ્વારા ખુશીઓ ઉછળતા નજરે પડ્યા હતા અને બીજી બાજુ જોઈએ તો મોટાભાગના શ્રોતા હોય તો કિંજલ દવે ના અવાજને શાંતિપૂર્ણ સાંભળ્યો હતો. ત્યારે આવા દ્રશ્યો જોઈને લોકો પણ તેના વિશે વાતો કરી રહ્યા છે, ત્યારે કેટલાક તોફાની તત્વો દ્વારા આવું કાર્ય ચાલુ કાર્યક્રમે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં એક બાજુ કિંજલ દવેના ઓડિયન્સ લોકો સ્ટેજ પર આવીને પૈસાનો વરસાદ વરસાવી રહ્યા હતા અને બીજી બાજુ અસામાજિક તત્વો દ્વારા આ માહોલને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અને અસામાજિક તત્વો દ્વારા કરતા નજરે પડ્યા હતા અને આવું કાર્ય કરવામાં આવી રહ્યો હતો.
જેનાથી કાર્યક્રમમાં અનેક મુશ્કેલીઓ ઉભી થઇ હતી અને આ કાર્યક્રમમાં આવી અડચણ ઊભી કરતા અસામાજીક તત્વોને શાંત પણ પડાયા હતા અત્યારે હાલ આપણે આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં અસામાજિક તત્વો કોઇપણ કાર્યક્રમમાં શાંતિપૂર્ણ પૂર્ણ ન કરતા આવી અડચણ ઊભી કરતા હોય છે..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment