સાવ નાની એવી બાબતમાં ત્રણ મિત્રોએ મળીને પોતાના અન્ય એક મિત્રનો જીવ લઈ લીધો, પછી તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… સાંભળીને તમે પણ હચમચી જશો…

Published on: 12:30 pm, Mon, 12 December 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં સાવ નાની એવી બાબતમાં લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ મિત્રોએ મળીને સાવ એટલે સાવ નાની એવી બાબતમાં પોતાના એક મિત્રનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

મળતી માહિતી અનુસાર ઘટનાના 36 કલાક થયા છતાં પણ હજુ મૃત્યુ પામેલા યુવકનું મૃતદેહ મળ્યું નથી. આ ઘટના બિહારના હાજીપુર માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ ધીરજકુમાર હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. મૃત્યુ પામેલા યુવકના પરિવારના લોકોએ જણાવ્યું કે, આરોપી મનીષે ધીરજ પાસેથી 30 હજાર રૂપિયા ઉધાર લીધા હતા.

ઘટનાના દિવસે આરોપી મનીષ અને અન્ય બે મિત્રોએ ધીરજને પૈસા લેવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ ધીરજને એક બોટમાં બેસાડીને ગંડક નદીની બીજી બાજુ લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ ધીરજ સાથે માથાકૂટ કરી હતી. આ વાતની જાણ મૃત્યુ પામેલા ધીરજ પોતાના ભાઈને ફોન કરીને કરી હતી. ત્યારબાદ ધીરજનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.

મૃત્યુ પામેલા ધીરજનો ભાઈ જ્યારે નદીના કિનારે પહોંચ્યો ત્યારે ત્રણેય મિત્રો બોટમાં નદીના બીજા કિનારેથી આ બાજુ આવી રહ્યા હતા. આ દરમિયાન ધીરજ બોટમાં હતો નહીં. ધીરજના ભાઈ એ બોટ પર બ્લડના છાંટા પણ જોયા હતા. ત્યારે ધીરજના ભાઈને શંકા ગઈ હતી કે આરોપીઓએ તેના ભાઈનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધું હોય છે.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે આરોપીઓને પકડી લીધા હતા. પછી પોલીસે આરોપીને સાથે રાખીને નદીમાં ધીરજની શોધખોળ શરૂ કરી હતી. હજુ પણ ધીરજનું મૃતદેહ મળ્યું નથી અને પોલીસે આરોપી મનીષની કડક પૂછપરછ શરૂ કરી છે.

મૃત્યુ પામેલો ધીરજ પાંચ ભાઈઓમાં સૌથી નાનો હતો. ધીરજના મોટાભાઈ પોલીસને જણાવ્યું હતું કે, મનીષ અને તેના ત્રણ મિત્રોએ ધીરજને પૈસા લેવા માટે બોલાવ્યો હતો. ત્યાર પછી પૈસા આપવાના બહાને તેઓ ધીરજને નદીના બીજા કિનારા તરફ લઈ ગયા હતા. ત્યાર પછી તમામે મળીને ધીરજની ધુલાઈ કરી હતી અને તેને નદીમાં ફેંકી દીધો હતો. ઘટનાના લગભગ 36 કલાક થઈ ગયા છતાં પણ હજુ ધીરજનું મૃતદેહ મળ્યું નથી.

પોલીસે જણાવ્યું કે, મુખ્ય આરોપી એમ મૃતકીઓ પાસેથી 30 હજાર રૂપિયા લીધા હતા, જે રૂપિયા મૃતક યુવકને પાછા ન આપવા પડે તે માટે યુવકનો જીવ લઈ લેજો અને ત્યારબાદ તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધું. પોલીસે ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટેની કામગીરી ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવ નાની એવી બાબતમાં ત્રણ મિત્રોએ મળીને પોતાના અન્ય એક મિત્રનો જીવ લઈ લીધો, પછી તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… સાંભળીને તમે પણ હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*