ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોમાં ભાજપની આ બેઠકો પર છે જીતની સંભાવના,જાણો

305

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને જેમાં 57 ટકા જેટલું સૌથી ઊંચું મતદાન થયું છે ત્યાંરે પરિણામ ચોંકાવનારા આવી શકે તેમ છે.ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવાર જીતુ ચૌધરી ને કપડા ની ટિકિટ આપી હતી અને તેમણે ચૂંટણી લડી છે જ્યારે ડાંગમાં ભાજપે કોંગ્રેસના આયાતી નેતા મગળ ગાવિત ને કેક આપી ન હતી પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.ભાજપે પોતાના પાંચ આયાતી ઉમેદવારને ટિકીટ આપીને ચૂંટણી લડાવી છે.

અને આ વખતે મતદાન વધારે હોવાથી એ કળી શકાતું નથી એ કઈ પાર્ટીના ઉમેદવારને વિજય મળવાનો છે પરંતુ દાવો બંને પાર્ટીના નેતાઓ અલગ અલગ કરી રહ્યા છે.દસમી નવેમ્બરના રોજ જ્યારે મતગણતરી પછી પરિણામ સામે આવશે ત્યારે બન્ને પક્ષનું બળ મપાઈ જશે.મતદાન પછી જ્યારે પાર્ટીના પ્રદેશ નેતાઓએ મતદાન એનાલિસિસ કર્યું છે.

ત્યારે એક બાબત એવી સામે આવી છે કે આઠ બેઠકો પૈકી ચાર બેઠકોમાં કાંટે કી ટક્કર છે,જ્યારે બે બેઠકોમાં ભાજપ અને બે બેઠકોમાં કોંગ્રેસની વિજયની સંભાવના છે. ભાજપને જે બેઠકોમાં સૌથી વધારે વિશ્વાસ છે.

તેમાં કપરાડા અને ડાંગ બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસને સૌથી વધારે આશા છે તે ધારી,લીંબડી, ગઢડા છે બાકીની ચાર બેઠકો ફાઇટમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!