આ ખેડૂતોને 4000 રૂપિયા મેળવવાની તક, 30 જૂન સુધીમાં આ યોજનામાં કરો અરજી.

115

થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 8 મો હપ્તો 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે ત્યારે 8 મો હપ્તો હેઠળ લાભાર્થી ખેડૂતોને 2000 રૂપિયાની રકમ આપવામાં આવી છે અને આ રીતે સરકારે 20 હજાર કરોડ ખેડૂતોને આપ્યા છે.

ઘણા એવા પણ ખેડૂતો છે જેમણે આ યોજના હેઠળ રજીસ્ટર ન કરાવ્યા હોવાથી તેમને આ રકમ મળી નથી. હવે આવા ખેડૂતો માટે ખુશ ખબરએ છે કે જો તેઓ 30 જૂન સુધીમાં તેમની નોંધણી કરાવે અને તે મંજૂર થઈ જાય તો એપ્રિલ જુલાઈના હપ્તો જુલાઈમાં મળી જશે અને ઓગસ્ટ ના નવા હપ્તા પણ ખાતામાં આવશે.

કોઈ નવો ખેડૂત યોજના માં પોતાને નોંધણી કરાવે અને સરકાર સતત 2 હપ્તા ના નાણા પાસ કરે તો તે ખેડૂતોને બમણો લાભ મળશે. અંતે 30 જૂન પહેલા અરજી કરવામાં આવે તો એપ્રિલ જુલાઈનો હપ્તો જુલાઈમાં મળી જશે અને ઓગસ્ટ ની નવા હપ્તા ધ્યાનમાં લેવામાં આવશે.

આપને જણાવી દઇએ કે પીએમ કિસાન સન્માન નિધિ સરકારે વર્ષમાં બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. એટલે કે એક વર્ષમાં કુલ 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ઉમેરવામાં આવે છે.

આ યોજના 2019 ના વચગાળાના બજેટમાં શરૂ કરવામાં આવી હતી. પ્રથમ હપ્તા ડિસેમ્બર 2018 થી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ યોજના અંતર્ગત આજદિન સુધીમાં 1.15 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને મોકલવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!