Oppoએ આજરોજ ભારતીય બજારમાં પોતાનો Oppo F21 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનો લુક એકદમ જોરદાર છે. આજથી જ Oppo F21 Proનું પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
ફોન ના અલગ અલગ ફિચર્સની વાત કરીએ તો..
Oppo F21 Pro માં 8 RAM અને 128 GB વેરિએન્ટનો સ્માર્ટફોન 22999 રૂપિયામાં મળશે. આ ફોનમાં બે કલર ઉપલબ્ધ છે. જેમાં ઓરેન્જ અને બ્લેકનો સમાવેશ થાય છે. Oppo F21 Pro 4G અને 5G બંને વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Oppo F21 Pro 4G તમે 15 એપ્રિલથી ખરીદી શકશો અને Oppo F21 Pro 5G તમે 21 એપ્રિલથી ખરીદી શકશો.
આજથી તમે Oppo F21 Proનું પ્રી-ઓર્ડર કરી શકો છો. પ્રી-ઓર્ડર તમે amazon અને oppoની સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકો છો. ઉપરાંત ફોનની ખરીદી માટે કોઈપણ બેંકનું કાર્ડ ઉપયોગ કરશો તો 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત ફોન ખરીદવા માટે એક્સચેન્જ ઓફર અને No Cost EMIનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
Oppo F21 Proમાં 1080×2400 પિક્સલના રિઝોલ્યુશન સાથે 6.4-ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે અને 90Hzનો રિફ્રેશ રેટ અને 180Hz ના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. Oppo F21 Proમાં 4,500mAh બેટરી આપવામાં આવી છે.
Oppo F21 Proમાં સ્નેપડ્રેગન 680 પર કામ કરશે. Oppo F21 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. Oppo F21 Proમાં 2MP માઇક્રોસ્કોપ કેમેરા અને 64MP પ્રાથમિક લેન્સ સાથે 2MP મોનોક્રોમ કેમેરા છે. Oppo F21 Proમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે આ ફોનમાં તમને 32MP ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment