અરર.. બિચારી..! લગ્નના દિવસે કરાવેલા મેકઅપના કારણે દુલ્હનનું મોઢું કંઈક એવું થઈ ગયું કે…લગ્ન કેન્સલ કરવા પડ્યા… જુઓ વાયરલ તસવીરો

મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આજકાલ તો લોકો લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. લગ્નમાં મિત્રો વરરાજા અને દુલ્હન બધા કરતા કંઈક હટકે દેખાતા હોય છે. કારણ કે બંને લગ્નમાં પોતાનો લુક સારો દેખાય તે માટે ઘણો ખર્ચો કરતા હોય છે. ખાસ કરીને લગ્નમાં દુલ્હન લાખો રૂપિયાનો ખર્ચો કરાવીને મેકઅપ કરાવતી હોય છે.

ઘણી વખત મેકઅપના કારણે દુલ્હનના ચહેરા ઉપર ઇન્ફેક્શન લાગી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નના દિવસે દુલ્હને મેકઅપ કરાવ્યો અને પછી દુલ્હન સાથે ન થવાનું થયું હતું. વિગતવાર વાત કરીએ તો 27 ફેબ્રુઆરીના રોજ એક યુવતીના લગ્ન હતા.

લગ્ન હોવાના કારણે બંને પરિવારમાં ખુશીનો માહોલ હતો. ચારેય બાજુ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ ઉપરાંત રિસેપ્શનની પણ તૈયારીઓ થઈ ગઈ હતી. લગ્નના સમયે દુલ્હન હાસન જિલ્લાના અરાસિકેરેમાં ગંગા હર્બલ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી. અહીં બ્યુટી પાર્લરમાં દુલ્હનને એક નવી અને માર્કેટમાં નવા આવેલા મેકઅપની સ્ટાઇલ વિશે વાત કરવામાં આવી હતી.

આ જોઈને દુલ્હન ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેને જરાક પણ વિચાર્યા વગર ‘સ્ટીમ મેકઅપ’ કરાવવા બેસી ગઈ હતી. દુલ્હનને મેકઅપ કરનાર મહિલાઓ પર આંધળો વિશ્વાસ કર્યો હતો. અને તે લગ્નના દિવસે મેકઅપ કરાવવા માટે રાજી થઈ ગઈ હતી. લગ્નના દિવસે દુલ્હન મેકઅપ કરાવવા માટે બેઠી હતી. દુલ્હનનો મેકઅપ શરૂ થઈ ગયો અને મેકઅપની અમુક લેયર લગાવ્યા બાદ દુલ્હનને ચહેરા ઉપર ખૂબ જ બળતરા થવા લાગી હતી.

ધીમે ધીમે દુલ્હનનો ચેહરો ફુલવા લાગ્યો હતો. જોત જોતા વાતો દુલ્હનનો ચેહરો એક ઇંચ જેટલો ભૂલી ગયો અને આખી ચામડી કાળી પડી ગઈ હતી. લગ્નના દિવસે દુલ્હનની આવી હાલત તથા પરિવારના સભ્યો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને દુલ્હનને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જણાવ્યું કે, હવે દુલ્હન ખતરામાંથી બહાર છે. આવી હાલત થવાના કારણે લગ્ન કેન્સલ કરવામાં આવ્યા હતા. દુલ્હનનો ચેહરો બગડી જવાના કારણે વર પક્ષના લોકોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બધું સામાન્ય થઈ જાય અને દુલ્હનનો ચેહરો સારો થઈ જાય પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બ્યુટી પાર્લર વાળી મહિલાને બોલાવીને તેની પૂછપરછ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*