માત્ર 15 વર્ષની બાળકી ઉપર એક યુવકે પાછળથી ગોળી ચલાવી, બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત…જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 15 વર્ષની દીકરી ઉપર ગોળી ચલાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, એક યુવક યુવતી ઉપર પાછળથી ગોળી ચલાવે છે. તમે જોઈ શકો છો કે યુવક પહેલા યુવતીની પાછળ પાછળ જાય છે.

ત્યારબાદ પોતાની પાસે રહેલા બેગમાંથી પિસ્તોલ કાઢીને પાછળથી યુવતી ઉપર ગોળી ચલાવી દે છે અને ત્યારબાદ ઘટના સ્થળેથી ભાગી જાય છે. આ ઘટના બુધવારના રોજ સવારે પટનામાં બની હતી. પટનાના સિપારા વિસ્તારમાં 15 વર્ષની કાજલ કુમારી નામની યુવતી ઉપર ગોળી ચલાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, સવારે 7:30 વાગ્યાની આસપાસ કાજલ ઉપર એક યુવકે ગોળી ચલાવી હતી. કાજલ ધોરણ નવમાં અભ્યાસ કરે છે. ઘટના બની તે દિવસે તે પ્રાઇવેટ કોચિંગ માંથી ક્લાસ લઈને પોતાના ઘરે પરત ફરી રહી હતી. લગભગ કોચિંગ ક્લાસ થી 200 મીટર દૂરના અંતરે મુખ્ય માર્ગથી શેરી તરફ એક વળાંક આવે છે.

આ વળાંકના ખૂણે એક યુવક ઊભો હતો. તેને પોતાના માથા ઉપર ટોપી અને મોઢા પર માસ્ક પહેર્યું હતું. આ યુવકના હાથમાં એક બીક પણ જોવા મળ્યું હતું. જ્યારે કાજલ ત્યાંથી પસાર થાય છે. ત્યારે યુવક તેનો પીછો કરે છે અને પોતાના બેગમાંથી પિસ્તોલ કાઢીને કાજલ ઉપર પાછળથી ગોળી ચલાવી દે છે. કાજલ ઉપર ગોળી ચલાવીને યુવક ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો.

આ ઘટના બન્યા બાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા યુવતીના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. કાજલ ના પિતા શાકભાજી વેચે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું લાગી રહ્યું છે. કાજલ ઉપર ગોળી કોને ચલાવી તેની ઓળખ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી તેની ધડકડ કરવામાં આવી નથી. પોલીસ ઇજાગ્રત થયેલી કાજલનું નિવેદન લેશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*