માત્ર 14 વર્ષની દીકરીએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સુસાઈડ પાછળનું કારણ…

દેશભરમાં સુસાઇડના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની ઉંમરના વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનાર વિદ્યાર્થીની ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. આ ઘટના અજમેરમાંથી સામે આવી રહે છે.

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સાંજના સમયે વિનોદ કુમાર નામના વ્યક્તિની 14 વર્ષની દીકરી ધીનાએ ઘરના પાછળના રૂમમાં ગેસ પાઈપ પર ચુંદડી બાંધીને ગળાફાંસો બનાવ્યો હતો અને પછી દીકરીએ અહીં લટકીને સુસાઇડ કરી લીધું હતું. જ્યારે પરિવારના સભ્યો પાછળની રૂમમાં ગયા ત્યારે તેમને દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી.

ત્યાર પછી પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી છે. મૃત્યુ પામેલી દીકરી પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. હાલમાં આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

દીકરીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, દીકરીને કિડનીની બીમારી હતી. તેની બીમારીની દવા પણ ચાલુ હતી. આ બીમારીના કારણે તે સતત ચિંતામાં રહેતી હતી. આ કારણોસર તેને સુસાઇડ કર્યું હશે તેવી આશંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*