ડુંગળીના ભાવ વરસાદ રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે. બીજી તરફ આ ભાવ વધારોનો ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી. અપ્રમાણસર વરસાદ તે પહેલાં ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે.બાદમાં ડુંગળીનો ભાવ તો બજારમાં વધ્યો પરંતુ આ ભાવ વધારાનો ખેડૂતોને કોઈ પણ પ્રકારનો લાભ મળ્યો નથી. ડુંગળી અને બટાકાના ભાવ 50 થી 80 રૂપિયા પહોંચ્યા છે અને રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના એક કટ્ટા નો ભાવ 650 થી 1250 રૂપિયા છે
ત્યારે બટેટાના એક કટ્ટા નો ભાવ 400 થી 670 રૂપિયા છે.સુરતમાં પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. સુરત શહેરમાં છૂટક બજારમાં ડુંગળી 100 રૂપિયા કિલો મળી રહે છે. વેપારીઓના મતે મહારાષ્ટ્રના નાસિક, સાકરી તરફથી સુરતમાં પહેલાં જે રોજ ની 40 થી 45 ટ્રકો આવતી હતી જે ઘટી ને 18 થી 20 ટ્રકો થઈ છે.
જેથી આવકમાં ઘટાડો થતાં તેનો ભાવમાં ઉછાળો આવ્યો છે.બટાકાના વધેલા ભાવ પર કોંગ્રેસના મહામંત્રી હિમાંશુ પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સરકારની નીતિ પર પ્રહાર કરતા.
હિમાંશુ પટેલે સરકાર પર મોટા વેપારી ને લાભ કરાવવાનો અને ભાજપના મળતિયાઓને લાભ કરાવવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment