રાજકોટ શહેરમાં આવેલા લાખેશ્વર મહાદેવના મંદિરમાં અલગ જ મહિમા છે. મિત્રો લાખેશ્વર દાદા નું મંદિર આજી નદીના કાંઠે આવેલું છે. અહીંયા દરરોજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે ને નવાઈની વાત તો એ છે કે મંદિરે ક્યારેય પણ તાળું મારવામાં આવતું નથી
મતલબ કે આ મંદિર 365 દિવસ અને 24 કલાક ભક્તો માટે ખુલ્લું હોય છે અને એક ચમત્કારની વાત ગણવામાં આવે તો જ્યારે પણ આ મંદિરમાં આરતી થાય છે ત્યારે એક શ્વાન દરરોજ સવાર અને સાંજ આરતી માં પહોંચી જાય છે.મહંત ગોસાઈ મનોજપરી પ્રભાસ પરીએ લાખેશ્વર મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા જણાવ્યું કે તેઓ આ મંદિરના મહંત છે
અને અહીંયા લગભગ છેલ્લા 30 વર્ષથી પૂજા કરે છે પહેલા દાદા આજે ડેમમાં બિરાજેલા હતા પણ હવે આજીડેમના કાંઠે જ લાખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો એક વખત મંદિરમાંથી કોઈએ નાગની ચોરી કરી હતી
અને જેવી જ નાગની ચોરી થઈ હોવાની જાણ મહંતના માતાશ્રીને થતા તેમને અને તેમના પિતાશ્રી એ ત્રણ ચાર દિવસનો ઉપવાસ રાખ્યો પણ ત્રણ ચાર દિવસ પછી મંદિરની દિવાલ પર કોક નાગને મૂકી ગયું હતું અને ત્યાર પછી ક્યારેય આ મંદિરને તાળા મારવામાં આવતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment