અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની આ વાત છે.જ્યાં અમદાવાદ ની ત્રણ બહેનોનો એક ને એક લાડકવાયા ભાઈએ સારવાર દરમિયાન પથારીમાં દમ તોડ્યો હતો. પણ આ મુત્યુ પામ્યા બાદ અમર થયો છે.ગંભીર અકસ્માત થતા મેહુલ પરમારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંસારવાર માટે લાવવામાં આવ્યો હતો.
જ્યાં ડોકટર્સ દ્વારા બ્રેઇનડેડ જાહેર થયેલ મેહુલ પરમારે 5 વ્યક્તિઓને નવું જીવતદાન આપ્યું છે.આ અમર મેહુલ પરમારે બાળપણમાં જ પોતાના માતાપિતાની છત્રછાયાં ગુમાવી દીધી હતી.
નાનપણથી ત્રણ બહેનો સાથે રહીને મોટો થયો હતો.બાળપણ થી જ આ મા-બાપ વગરના દીકરાએ જીવન માં ખુબ જ સંઘર્ષ કર્યો હતો.ખુબ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
13 ડિસેમ્બરે તલોદ રોડ પર ગંભીર અકસ્માત થતા મેહુલ પરમાર ને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો, જ્યાં ડોક્ટરદ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરી દીધા.
મેહુલભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેના પરિવારજનોને અંગદાન વિશે વિગતવાર સમજણ આપતા મેહુલની ત્રણ બહેનો સહિત પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી.
મેહુલ પરમાર ના અંગદાન થકી હૃદય, લિવર, સ્વાદુપિંડ અને બંને કિડનીનું દાન મળ્યું. જે જરૂરિયાતમંદ દર્દીમાં ટૂંક સમયમાં જ પ્રત્યારોપણ કરવામાં આવશે.
મેહુલના અંગોના દાન થકી અન્ય 5 વ્યક્તિઓને જીવતદાન મળવા જઇ રહ્યું છે.અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીનો જીવન સુધાર થઇ રહ્યો છે. આજે બ્રેઇન ડેડ થતા વ્યક્તિના પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને અંગદાન એ જ મહાદાનની પરિકલ્પનાને સાકાર કરી કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment