સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં બાઈક સ્લીપ થતા બે મિત્રોના મોત થયા છે. બંને મિત્રો તેના ગામથી ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંનેને અકસ્માત નળીઓ હતો. મળતી માહિતી અનુસાર બંને પરિવારના એકના એક દીકરા હતા. જ્યારે મૃત્યુ પામેલો એક યુવક તો બે દીકરીઓનો પિતા હતો. યુવકના મૃત્યુના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના ઈચ્છા પોરના વાસણવા ગામ નજીક એલએન્ડટી કંપનીના બે કોન્ટ્રાક્ટર બેઝ કર્મચારીઓ નું રોડ અકસ્માતમાં મોત થયું છે. બંને કર્મચારીઓ પોતાના ગામથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંનેને અકસ્માત નડ્યો હતો અને બંનેનું મોત થયું હતું.
મૃત્યુ પામેલા એક યુવકનું નામ સાગર છે. જ્યારે બીજા યુવકનું નામ જતીન છે. જતીનના લગ્ન થઈ ગયા છે અને તેને બે દીકરીઓ પણ છે. જતીનના મોત ના કારણે બે દીકરીઓ બાપ વગરની થઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના લગભગ મોડી રાત્રે બની છે. બંને યુવાનો વાસવાગામના રોડ પરની જાડી જાખરી માંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા.
ઘટના સ્થળ પર એક બાઈક પણ પડેલી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે બંને યુવાનો ઇચ્છાપુર ગામના રહેવાસી હતા જેમાં એકનું નામ જતીન રમેશભાઈ પટેલ અને બીજાનું નામ સાગર બળદેવભાઈ પટેલ હતું. બંનેના મોતના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર 30 વર્ષનો સાગર ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો.
તેના પિતા ખેડૂત છે. મૃત્યુ પામેલો સાગર l&t કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સુપરવાઇઝરની નોકરી કરતો હતો. પરિવારના એકના એક દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે મૃત્યુ પામેલા જતીનની વાત કરીએ તો તેની ઉંમર 33 વર્ષની હતી. છ વર્ષ પહેલા જતીનના લગ્ન થયા હતા અને તે બે દીકરીઓનો પિતા છે. જતીનની માતા શાકભાજી વેચે છે અને તેના પિતા રીક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવે છે.
જતીન પણ કંપનીમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. દેવામાં અકસ્માતની ઘટનામાં જતીનનું મોત થતા જ પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયો છે. જ્યારે બે માસુમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો અકસ્માતની ઘટનાને લઈને પોલીસે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment