થોડાક દિવસ પહેલા એક 9 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધો હતો. બાળકે ચોકલેટ માટે પોતાનો જીવ આપી દીધો હતો. 9 વર્ષના બાળક અને તેની મોટી બહેન વચ્ચે ચોકલેટને લઈને ઝઘડો થયો હતો. મૃત્યુ પામેલા બાળકનું નામ પ્રેમકુમાર હતું. ઝઘડો થયા બાદ પ્રેમકુમાર પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
ત્યારબાદ પ્રેમની બહેન નાહવા માટે ચાલી ગઇ હતી. તે નહી ને પાછી આવી ત્યારે રૂમનો દરવાજો બંધ હતો. ત્યારે બહેને બારીમાંથી જોયું ત્યારે અંદર પ્રેમ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. નવ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના બિહારના ભોજપુરમાં બુધવારના રોજ સાંજના સમયે બની હતી.
સાંજના સમયે પ્રેમ અને તેની બહેન ગુડિયા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જેને લઇને પ્રેમે રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પ્રેમના મૃત્યુના સમાચાર સાંભળીને તેની માતાના રડી રડીને બેહાલ થઇ ગયા હતા. આ ઘટના બનતા જ ગામ અને આસપાસના વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે પ્રેમના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર પ્રેમ અને તેની બહેન વચ્ચે સાત વાગ્યાની આસપાસ ચોકલેટને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ પ્રેમે રૂમમાં જઈને ગળાફાંસો ખાઇ લીધો હતો.
જ્યારે પ્રેમની બહેને રૂમમાં લટકતી હાલતમાં પ્રેમનું મૃતદેહ જોયું ત્યારે તેને પોતાની માતાને ત્યાં બોલાવી હતી. દીકરીનો અવાજ સાંભળીને માતા ત્યાં દોડી આવી હતી અને ત્યાર બાદ માતાએ રૂમનો દરવાજો ખોલ્યો અને પ્રેમને ત્યાંથી નીચે ઉતાર્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ પ્રેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
એકમાત્ર દીકરાનું મૃત્યુ થતાં માતા ચોધાર આંસુએ રડી પડી હતી. દીકરાના મૃત્યુ બાદ માતાની તબિયત લથડી ગઇ હતી. પ્રેમ ના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના અન્ય સભ્યો પણ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રહ્યા હતા. મૃત્યુ પામેલા પ્રેમના પિતાનું મૃત્યુ 2011માં છત પરથી પડી જવાના કારણે થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment