4 બહેનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો : રાજકોટ-શાપર વચ્ચે કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી ગઈ – એક યુવકનું મૃત્યુ…

Published on: 2:51 pm, Sat, 5 February 22

રાજકોટમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે રાજકોટ-શાપર હાઈવે પર જૂનાગઢના અરવિંદભાઈ પેથાભાઈ ડાંગર (ઉંમર 39 વર્ષ) જઈ રહ્યા હતા.

ત્યારે તેઓએ કેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી ગઇ હતી. આ ઘટનામાં અરવિંદભાઈ નું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર અરવિંદભાઈ એક શિક્ષક હતા.

તેઓ 4 બહેનોના એકના એક લાડકવાયા ભાઈ હતા. આ અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે બની હતી. મળતી માહિતી અનુસાર અરવિંદભાઈ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા.

ત્યારે અચાનક જ કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર્યસિદ્ધિ નદીમાં ખાબકી ગઇ હતી. આ ઘટનામાં કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અરવિંદભાઈ કારની નીચે દબાઇ જવાના કારણે તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ તથા 109ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા અરવિંદભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસે પરિવારજનોની કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો જુનાગઢથી રાજકોટ આવવા માટે રવાના થઇ ગયા હતા. ચાર બહેનો ના એકના એક લાડકવાયા ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "4 બહેનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો : રાજકોટ-શાપર વચ્ચે કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી ગઈ – એક યુવકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*