ગુજરાતમાં સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના ઓલપાડ તાલુકાના કિમ ગામમાં બની હતી. અહીં એક યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે યુવક એક કંપનીમાં કામ કરી રહ્યો હતો.
ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને પછી થોડીક વારમાં જ તેનું મોત થઈ ગયું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ અંકુર હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી. અંકુર એક કંપનીમાં કામ કરતો હતો.
આ દરમિયાન અચાનક જ અંકુરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. અંકુરને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી છે. અંકુરનું મોત થતા જ પાંચ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે, અંકુર અંકલેશ્વર જીઆઇડીસીમાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનો ફીટ કરવાની કામગીરી કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાના દિવસે જ્યારે તે કામગીરી કરી રહ્યો હતો.
ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો એટલે તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. પછી ત્યાં હાજર લોકો અંકુરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા અંકુરને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment