સુરતમાં રહેતા વધુ એક યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત… એક ઝટકામાં હસતા-ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ગુજરાતમાં સૌથી વધારે સુરત અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેક આવવાના કારણે લોકોના મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં એક 35 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટના બનતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં 35 વર્ષનો ધર્મવીર નામનો યુવક પોતાના પરિવાર સાથે રહે છે.

ધર્મવીર કલર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરરોજની જેમ ઘટનાના દિવસે પણ કલર કામ કરવા માટે બહાર ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, ધર્મવીર વેસુ વિસ્તારમાં આવેલી એક સાઈડ પર કલર કામ કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેની સાથે કામ કરતા અન્ય કામદારો ધર્મવીરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ધર્મવીરની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ધર્મવિરના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં દુઃખનો પહાડી તૂટી પડ્યો હતો. ડોક્ટરની પ્રાથમિક તપાસ અનુસાર ધર્મવિરનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*