ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં બેઠા બેઠા, ક્રિકેટ રમતી વખતે, જીમ કરતી વખતે અથવા તો ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે લોકોના મોત થતા હોય છે.
ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલો તેઓ જ એક કિસ્સો આણંદમાંથી સામે આવી રહ્યો છે. આણંદ જિલ્લાના ઓડ ગામમાં 22 વર્ષના એક યુવાનનું હાર્ટ એટેક થી મોત થયું છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે યુવકને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયો હતો. બાથરૂમમાં હાર્ટ એટેક આવતા જ તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા યુવકનું નામ જીલ ભટ્ટ હતો. જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. થોડા દિવસ પહેલા જ રાજકોટ શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને મૂળ સુરત જિલ્લાના કલ્પેશ પ્રજાપતિ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કલ્પેશ કોલેજમાંથી છૂટ્યો ત્યાર બાદ તેને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો. તેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે કલ્પેશ ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment