ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવતા 27 વર્ષના યુવકોનું મોત થયું છે.
સમગ્ર ઘટના બનતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના અરવલ્લીના મોડાસા માંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 27 વર્ષની હતી અને તેનું નામ અશીત વિનોદભાઈ ચૌધરી હતું. અશીતનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર અશીત રાજપીપળા ખાતે LI માં ફરજ બજાવતો હતો, ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
27 વર્ષની ઉંમરે યુવકનું મોત થતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક ઈડાડી ગામનો રહેવાસી હતો. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં સતત હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
આ પહેલા પણ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં ક્રિકેટ રમતી વખતે, જીમ કરતી વખતે, ડાન્સ કરતી વખતે અથવા તો ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું હશે. જાણવા મળી રહ્યું છે કે કોરોનાની મહામારી ગયા બાદ ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment