સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગુજરાતના વડોદરાથી અમરનાથની યાત્રાએ ગાયેલા 10 મિત્રોના ગ્રુપ પૈકી એક 42 વર્ષના યુવાનને વૈષ્ણવદેવી મંદિર ખાતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર યુવાન માતાજીના દર્શન કરીને બહાર નીકળે છે અને અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ તે અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. હાલમાં તો યુવાનના મૃતદેહને પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વડોદરાના પાણીગેટ કહર્લામાં રહેતા 42 વર્ષીય નિતીન નામનો યુવાન કેબલ ઓપરેટરનું કામ કરે છે. 27 મી જુનના રોજ નિતીન પોતાના દસ મિત્રો સાથે અમરનાથની યાત્રા ઉપર જવા માટે નીકળ્યો હતો.
પરંતુ નીતિન નું રજીસ્ટ્રેશન બાકી હોવાના કારણે તે કતરા રોકાઈ ગયો હતો અને રજીસ્ટ્રેશન થયા બાદ તે અમરનાથ જવા માટે નીકળ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે નીતિન તથા તેનો મિત્ર પ્રિન્સ કટરા થી વૈષ્ણવ દેવી ચાલતા દર્શન કરવા માટે નીકળ્યા હતા.
વૈષ્ણોદેવી મંદિર પાસે દર્શન કર્યા પછી અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલા માટે તે ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ નિતીનના મિત્રોને થતા જ તેઓ અમરનાથની યાત્રા અધૂરી મૂકીને તરત જ પરત આવી ગયા હતા. નિતીનના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આજરોજ મોડી રાત્રે નીતિનના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે અને આવતીકાલે સવારે મુંબઈથી વડોદરા મૃતદેહને લાવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment