ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં વધુ એક યુવકનું હાર્ટ એટેક આવવાના કરુણ મોત થયું છે. આ ઘટનામાં એક ન્યુઝ ફોટોગ્રાફરના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાર્ટ એટેકનો આ કિસ્સો હિંમતનગર માંથી સામે આવી રહ્યો છે. અહીં માત્ર 21 વર્ષના કેવિન રાવલ નામના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટના બનતા જ કેવીના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા કેવિન ના પિતા અખબારના સિનિયર ફોટોગ્રાફર છે. ગઈકાલે રાત્રે જ્યારે કેવિન ઘરે હતો ત્યારે અચાનક જ તે ઢળી પડ્યું હતું. પછી પરિવારના સભ્યો કેવીનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હાજર તબીબે કેવિનની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.વિગતવાર વાત કરીએ તો, કેવીને રોબોટિક સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેવામાં અચાનક જ કેવિનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અથવા તો યુવતીઓમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ પહેલા પણ આવા ઘણા બધા કિસ્સાઓ બની ચૂક્યા છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં રાજકોટ અને સુરત શહેરમાં હાર્ટ એટેક આવવાના કારણે મોતક થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.
સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે આવી જ એક ઘટના બની હતી. આ ઘટનામાં ગણેશ વિસર્જન દરમિયાન ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું. ત્યારે 21 વર્ષનો દર્શન જયેશભાઈ રાઠોડ નામનો યુવક ગરબા રમી રહ્યો હતો ત્યારે અચાનક જ તે ઢળી પડ્યો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment