વધુ એક મહિલા રખડતા ઢોરનો ભોગ બની..! રખડતા ઢોરની અડફેટેમાં આવતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, માથામાં 11 ટાંકા આવ્યા…

આજકાલ સોશિયલ મીડિયા પર રખડતા ઢોરો ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, રખડતા ઢોરોને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે. આજકાલ ગામડાઓમાં રખડતા ઢોરોને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો પણ કરવો પડે છે.

આવો જ એક કિસ્સો દસાડા માંથી સામે આવ્યો છે, દસાડા તાલુકાના ગ્રામજનો છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોના આતંકથી ત્રાસી ગયા છે. થોડા દિવસ પહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો,પરંતુ સદનસીબે કોઈ ઈચ્છા થઈ ન હતી. પરંતુ થોડા દિવસ બાદ મોડી રાત્રે એક મહિલાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

મહિલાને લોહી લુહાણ હાલતમાં દસાડા હોસ્પિટલમાં ઘસેડાઈ હતી. મહિલાને 11 જેટલા ટાંકા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વધુમાં મહિલાને વધુ સારવાર અર્થે વિરમગામ પણ લઈ જવાયા હોવાનું સામે આવી રહ્યું છે.

આ ચકચારી બનાવ બાદ રોષે ભરાયેલા ગ્રામજનો દસાડા પોલીસ મથક રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ દસાડા પોલીસે રખડતું ઢોર કોઈની માલિકીનું છે કે નહીં ? તે તપાસ કર્યા વિના જ ઢોરને ડબ્બે પુરાવાનુ રટણ કર્યું હતું, તેવું પણ જાણવા મળી રહ્યું છે.

જ્યારે આ બાબતે દસાડા ગ્રામ પંચાયતને જાણ થતા રખડતા ઢોરને ઝડપી માંડલ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે. તે બાબતે કાર્યવાહી હાથ ધરી હોવાનું વધુમાં તેમણે જણાવ્યું હતું.

દસાડાના ગ્રામજનોમાં રખડતા ઢોર દ્વારા થતી વારંવાર હેરાન ગતિથી રોષ ભભૂકી ઉઠ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ એ પહેલા તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રખડતા ઢોરોને કારણે ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી નો સામનો પણ કરવો પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*