દીકરી ગ્રીષ્માનો વધુ એક વીડિયો વાયરલ! દીકરી ગ્રીષ્મા પોતાના ભાઈ સાથે ખૂબ જ ખુશ દેખાઇ રહી છે – જુઓ વિડિયો

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં જાહેરમાં ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આવી કરુણ ધટના કોઈ ભૂલી શકતા નથી. ત્યારે આજે એ ગ્રીષ્માને આપણે ભૂલી જઈશું પરંતુ તેના પરિવારમાં તેની સાથે વીતેલી યાદો ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારે કોઈ લોકો આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે, ત્યારે એક માત્ર તેની સાથે વિતાવેલી યાદો જ એક પ્રકારનું સુખમય ઝરણું બની જતું હોય છે..

ત્યારે ગ્રીષ્માને લગતા ઘણા બધા વિડીયો મીડિયા પર વાયરલ થતા નજરે પડે છે. ત્યારે આજે આપણે એક એવા જ વિડીયો વિશે વાત કરીશું કે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને એ જોઈને અચૂક સૌ લોકોને આંખમાં આંસુ આવી જશે. ત્યારે આ વીડિયોમાં ગ્રીષ્મા સાથે વિતાવેલી એ પળો વિશે યાદગાર વીડિયો નજરે પડયો છે.

જેમાં ગ્રીષ્મા તેના પરિવાર સાથે તેમના મિત્રો સાથે જે પળો વિતાવી હતી તેને લઇને અમુક તસવીરો અને વીડિયો ક્લિપ સામે આવી છે. એ જોઈને સૌ કોઈ લોકોનું હૃદય કંપી આવે અને તમારા હૃદયને સ્પર્શી આવે એવી વીડિયો ક્લિપ સામે આવી છે. તો વિચારો તેમના પરિવારમાં આવી ગ્રીષ્માની સાથે વીતેલી પળો માત્ર આવી તસવીરો માં જ રહી ગઈ ત્યારે તેમના પરિવારને શું વીતી હશે.

આ વિડીયો જોઈને મનમાં એક વિચાર જરૂર આવ્યો કે આ ફેનીલ ને આવું ક્રૂર કૃત્ય કરતા કેમ જીવ ચાલ્યો હશે કે ગ્રીષ્માનો જીવ લઈ લીધો. જો આરોપી ફેનીલ ગ્રીષ્મામાં સાચા મનથી પ્રેમ કરતો તે જાહેરમાં આવી રીતે ગ્રીષ્મામાંનો જીવ ન લેતા. અને કહેવાય છે કે પ્રેમ તો ત્યાગનું પ્રતીક છે.

એવામાં હાલ ફેનીલને લગતી દલીલો કોર્ટમાં ચાલી રહી છે. તે અંગે હવે એ જ જોવાનું રહ્યું છે કે ફેનીલને શું સજા થવાની છે કે તેને આજીવન કેદ આપવામાં આવશે કે પછી ફાંસી! કોર્ટમાં આરોપીએ ફેનીલને પૂછવામાં આવ્યું હતું કે, તમે ધારદાર વસ્તુથી દીકરીનું વધ કર્યું છે, તો કોર્ટ કલમથી તમારું વધશે કેમ ન કહી શકે?

એવામાં ફેનીલ આ બધા શબ્દો સાંભળીને ચૂપ જ રહ્યો અને હજુ પણ તેના ચહેરાને જોઈને એવું જ લાગે છે કે તેને કોઈ પણ જાતનો અફસોસ નથી તો પછી તેણે તેણીને પ્રેમ કર્યો કહેવાય જ નહીં. દીકરીના પરિવારજનોનું કહેવું છે કે આરોપીને કડકમાં કડક સજા મળે. જેથી મારી દીકરીની જેમ બીજી કોઈ દીકરી આવી ઘટનાનો ભોગ ન બને. વાયરલ થયેલો આ વિડીયો ફેસબૂકમાં ન્યૂઝ ચેનલ S9 News પોતાના ફેસબુક પેજ માં શેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*