હે રામ…! ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… પરિવાર રડી રડીને અડધો થઈ ગયો…!

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. છેલ્લા થોડાક સમયમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને સુરત અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.

ત્યારે જેતપુરમાં બનેલી એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, જેતપુરમાં વેલકમ ચાઈનીઝ નાસ્તાની દુકાનમાં કામ કરતા 39 વર્ષીય યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ કેસર દિલબહાદુર ખત્રી હતું. કેસર દિલબહાદુર અચાનક જ ઢળે પડ્યો હતો.

ત્યાર પછી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક છે.

જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલો કેસર દિલબહાદુર મૂળ નેપાળનો છે અને તે છેલ્લા ઘણા સમયથી જેતપુરમાં કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે. એવામાં તેનું હાર્ટ એટેક આવવાના કારણે મોતના સમાચાર મળતા જ પરિવાર અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

ગુજરાતમાં સતત હાર્ટ એટેકના બનાવો વધતા ગુજરાતીઓ હવે ચિંતામાં મુકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*