રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઘણી ઘટનાઓમાં ક્રિકેટ રમતી વખતે વાહન ચલાવતી વખતે પછી કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા લોકોનું મોત થતું હોય છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 40 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત થયું છે.

વિગતવાર વાત કરીએ તો રાજકોટના ગાંધીગ્રામના સંતોષી પાર્કમાં રહેતા 40 વર્ષીય રીનેશભાઈ કોઠારીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ જવાહર રોડ પર કંન્ટ્રક્શનની ઓફિસમાં કામ કરતા હતા. અહીં ઓફિસમાં કામ કરતાં કરતાં અચાનક જ તેઓ બેભાન થઈ ગયા હતા.

ત્યાર પછી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના મોઢાના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. રીનેશભાઈને સંતાનમાં એક દીકરી છે. રીનેશભાઈનું મોત થતાં જ દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.

આ ઘટના બન્યા બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝન પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેર અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. આ પહેલા પણ તમે ઘણી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ સાંભળી રહેશે.

ત્યારે સુરતમાં ગઈકાલે એક 36 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. યુવકનું મોત તથા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવકનું તેના જન્મદિવસના બીજા દિવસે જ મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*