રાજકોટમાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવી રહ્યો છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવવાના કારણે 43 વર્ષના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટના બનતા જ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વલ્લભભાઈ કાળુભાઈ કુમારખાણીયા હતું.
વલ્લભભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે સાંજના સમયે વલ્લભભાઈ કરણપરામાં અગરબત્તી ખરીદી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ વલ્લભભાઈને સ્થાનિક લોકો 108 ની મદદ થી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા તો વલ્લભભાઈનું મોત થઈ ગયું હતું.
જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે વલ્લભભાઈ પોતાની રીક્ષા લઈને કરણપરા ચોક પાસે પહોંચ્યા હતા. અહીં તે દુકાનમાં અગરબત્તીની ખરીદી કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. પછી તેમનું કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ રાજકોટ એ ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને વલ્લભભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
પછી પોલીસે જરૂરી કાગળિયા કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલા વલ્લભભાઈ ચાર ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ ઘટના બનતા જ દીકરા-દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment