ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ક્રિકેટ રમતી વખતે, નાચતી વખતે, જીમ કરતી વખતે અથવા તો બેઠા બેઠા હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ બનતી હોય છે.
ત્યારે ગુજરાતમાં બનેલા વધુ બે હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. એક કિસ્સો રાજકોટમાંથી અને બીજો કિસ્સો વડોદરામાંથી સામે આવી રહ્યો છે. રાજકોટમાં મહાનગરપાલિકાના આસિસ્ટન્ટના ટાઉન પ્લાનરનું હાર્ટ એટેક આવતા મોત થયું છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વી.વી.પટેલે નામના વ્યક્તિ રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ફરજ પર હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વી.વી. પટેલની એક સપ્તાહ પહેલા જ બદલી થઈ હતી. એવામાં તેમનું નિદાન થતાં જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
ત્યારે વડોદરામાં બનેલી ઘટના વિશે વાત કરીએ તો, આ ઘટનામાં એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 18 વર્ષના દીપ ચૌધરી નામના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે દીપ પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો અને હસી મજા તો કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ દીપે પોતાનો જીવ ગુમાવ્યો હતો
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment