આજકાલ સોશિયલ મીડિયા પર સુરત શહેર ઓર્ગન ડોનેશન સીટી તરીકે ખૂબ જ પ્રખ્યાત થયું છે. સુરત શહેર હવે માત્ર ડાયમંડ સિટી નહીં પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી છે. જેમાં એક 52 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.
ત્યારબાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો, સુરતમાં કાલે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે 41 મું સફળ અંગદાન થયું છે. બ્રેઇનડેડ શંકરભાઈ રૂપલા માળીને બે કિડની ના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ખાતે સુકુન રો હાઉસમાં રહેતા 52 વર્ષીય શંકરભાઈ રૂપલાભાઈ માળીને તારીખ 18 ઓગસ્ટ 2023 ના રાત્રે ભોજન કર્યા બાદ અચાનક સાધારણ દુખાવાની સાથે ખેંચની અસર જણાઈ હતી. જેથી મોટાભાઈ વિરેન્દ્ર અને પરિવારજનોએ તારીખ 19મીના રોજ સવારના 9:50 વાગે સાયણ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરતા સ્થિતિ વધારે ગંભીર હોવાનું જણાવતા તત્કાલ 11:11 વાગે બેભાન અવસ્થામાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર બાદ તારીખ 21 ઓગસ્ટ ના રોજ 11.45 વાગે સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા ન્યુરો ફિઝિશિયન ડોક્ટર પરેશ ઝાંઝમેરા, ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિ તથા આર એમ ઓ ડોક્ટર કેતન નાયક અને ડોક્ટર નિલેશ કાછડીયાએ બ્રેઇન્ડેડ જાહેર કર્યા હતા.
માળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલ ના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાન નું મહત્વ સમજાવ્યું હતું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. જેથી આજે સવારે બંને કિડનીનુ દાન સ્વીકારી અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
બ્રેઈન્ડેડ શંકરભાઈ માળી મૂળ મહારાષ્ટ્રના ધુલેના કલમસારે ના વતની છે. તેમના પરિવારમાં શંકરભાઈ ના પત્ની પ્રેમીલાબેન અને પુત્ર વિરેન્દ્ર તથા મુકેશભાઈ છે. નવી સિવિલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર ના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સઘન પ્રયાસોના કારણે છેલ્લા 10 મહિના દરમિયાન 41 સફળ અંગદાન થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment