ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે વધુ એક પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો… કાળજાના કટકાનું મોત થતાં પરિવાર રડી રડીને અડધો થઈ ગયો…

Gujarat, young man died of a heart attack in Patan: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(Heart attack) આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં પાટણમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. પાટણમાં હાર્ટ એટેક(Heart attack in Patan) આવવાના કારણે વધુ એક પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો હાર્ટ એટેક નો શિકાર બની રહ્યા છે.

આ દરમિયાન પાટણ જિલ્લામાં વધુ એક યુવાન હાર્ટ એટેકનો ભોગ બન્યો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પાટણના વારાહીમાં રહેતા જયેશ પ્રજાપતિ નામના યુવાનો હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જયેશ પ્રજાપતિ GEBમાં ફરજ બજાવતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો.

આ વાતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જયેશ પ્રજાપતિ GEBમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. નાની ઉંમરમાં પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતા માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

ગુજરાતમાં હાર્ટ એટેકની સંખ્યા ઓ દિવસેને દિવસે વધી રહી છે. થોડાક સમય પહેલા પણ પાટણના હારીજમાં હાર્ટ એટેક આવવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં એક યુવકને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો. ત્યારબાદ યુવકને યોગ્ય સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે રાધાકૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. અડધી રાત્રે હાર્ટ એટેક આવવાના કારણે નિધન થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે હાલમાં જયેશ પ્રજાપતિ નામના વ્યક્તિએ હાર્ટ એટેક ના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*