ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિવાદો સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા જ કથાકાર રમેશ ઓઝાએ ગાયો બાબતે પોતાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ઘણા બધા વિવાદો થયા હતા. વિવાદ ખૂબ જ વધે તે પહેલા રમેશ ઓઝા એ માફી પણ માંગી લીધી હતી.
ત્યારે જાણીતા કથાકાર મોરારીબાપુનું એક નિવેદન હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ચારેય બાજુ મોરારીબાપુનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. મોરારીબાપુ વ્યાસપીઠ પર બેસીને એક નિવેદન આપ્યું હતું કે, ‘ હું હિન્દુ મુસ્લિમ ની વાત કરું તો મારી આખરી ટીકા કરો છો. હું કોઈ શેર બોલું કે ગઝલ ગાવ એમાં ઉર્દુ શબ્દ આવે તો મારી આકરી ટીકા થાય છે.
ત્યારબાદ મોરારીબાપુ કોઈનું પણ નામ લીધા વિના બોલ્યા કે, હમણાં જ આપણા હિન્દુત્વના મોભી બધાને મળી આવ્યા મસ્જિદમાં… હવે તેના વિશે કોઈ તો બોલો ટીકા કરો. હું હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન નથી કરી શકતા.
મોરારીબાપુ એ કહ્યું કે મારી ટીકા કરનાર લોકો હિન્દુત્વના પ્રહારી વિશે કેમ નથી બોલી શકતા? પણ મોરારીબાપુ કાંઈક બોલે તો ધોકા વાળી… આવી રીતે મોરારીબાપુએ કોઈનું પણ નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. અગાઉ પણ મોરારીબાપુ વિવાદમાં આવી ચૂક્યા છે.
જ્યારે મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશને લઈને ટિપ્પણીઓ આપી હતી. ત્યારે આહીર સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત નીલકંઠવર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણ કે જેઓને નીલકંઠવાણી કહેવામાં આવે છે. તેને લઈને પણ ઘણા બધા વિવાદો ઊભા થયા હતા.
ત્યારે ફરી એક વખત મોરારીબાપુએ ચોકાવનારું નિવેદન આપ્યું છે. જેને લઈને હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. મોરારીબાપુના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment