ફરી એક વખત ધોધમાર વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખે ધોધમાર વરસાદ પડશે…

ગુજરાત રાજ્યમાં આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વર્ષ્યો છે અને અનેક જગ્યાએતો નદી-નાળાઓ છલકાઈ ગયા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69% વરસાદ આપકી ગયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 10 થી 15 દિવસ વરસાદ વરસી રહ્યો છે.

જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદે થોડાક દિવસ માટે બ્રેક લીધી હતી. દેવામાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. બંને રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યભરમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં એક અઠવાડિયા બાદ ફરીથી ચોમાસુ સક્રિય થશે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ ગુજરાત રાજ્યમાં મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, છોટાઉદેપુર, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દાહોદ, દમણ અને કચ્છમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં 69.22 ટકા વરસાદ પડ્યો છે.

ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજ્યમાં અનેક નદી-નાળાઓ, તળાવ અને ડેમ છલકાઈ ગયા છે. રાજ્યમાં અનેક જગ્યાએ તો ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી હતી. જેના કારણે રાજ્યની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*