ખેડૂત મિત્રો કપાસના ભાવ માં ફૂલ તેજી,ફરી એકવાર કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ

Published on: 5:03 pm, Mon, 7 February 22

આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને લીધે કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે અને બીજી બાજુ કપાસની માંગ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને ખૂબ જ સારા એવા ભાવ મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે હાલના સમયમાં કપાસના ભાવ માં કુલ તેજી જોવા મળી રહી છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે કપાસના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો છે અને કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા છે.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો અમદાવાદમાં મહત્તમ ભાવ 10195 અને સરેરાશ ભાવ 9225 જોવા મળ્યો હતો.

અમરેલીમાં મહત્તમ ભાવ 10250 અને સરેરાશ ભાવ 9125 જોવા મળ્યો હતો. અમરેલીમાં બાબરામાં મહત્તમ ભાવ 10425 અને સરેરાશ ભાવ 9260 જોવા મળ્યો હતો.

ભરૂચ જંબુસર માં કપાસ નો મહત્તમ ભાવ 9200 અને સરેરાશ ભાવ 9000,જૂનાગઢમાં મહત્તમ ભાવ 10355 અને સરેરાશ ભાવ 8715 જોવા મળ્યો હતો. જામનગરમાં મહત્તમ ભાવ 10030 અને સરેરાશ ભાવ 8890 જોવા મળ્યો હતો.

મહેસાણામાં મહત્તમ ભાવ 10430 અને સરેરાશ ભાવ 9500, મોરબીમાં મહત્તમ ભાવ 10190 અને સરેરાશ ભાવ 9000, રાજકોટમાં કપાસ નો મહત્તમ ભાવ 10500 અને સરેરાશ ભાવ 9955 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત મિત્રો કપાસના ભાવ માં ફૂલ તેજી,ફરી એકવાર કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ"

Leave a comment

Your email address will not be published.


*