ગુજરાતમાં ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે ત્યારે હાલમાં સુરતના કાપોદ્રામાંથી બીજો એક બેંક મેનેજરના આપઘાતને લઈને કિસ્સો સામે આવ્યો છે. રાકેશ નવાપરીયા નામના વ્યક્તિએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંક આવી લીધું છે
અને કાપોદ્રા પોલીસે આપઘાત ના મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે.આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે સોરી ભાઈ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે મારે આ પગલું કરવું પડ્યું છે, વંશી ને હું બહુ મિસ કરીશ જેને મને રોજ રમાડવાની મજા આવતી,
મમ્મીનું ધ્યાન રાખજો અને ભાભીનું પણ અને મારી એક ભૂલ બધાને નડી હતી હું આ પગલું ભરું છું. મારા બધાએ ની જય શ્રી કૃષ્ણ અને ઉપરાંત તેને લખ્યું કે બંધન બેન્કમાં 20 લાખનું ઇન્સ્યોરન્સ કવર છે અને hdfc માં હોમ લોન નું પણ કવર છે.Sbi માં 20 લાખનું એકસીડન્ટ કવર છે અને પ્રાપ્ત જાણકારી
અનુસાર રાકેશભાઈ ના પિતા નું એક વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેના થોડાક જ સમય માતાનું પણ અવસાન થયું અને માતા પિતાના અવસાન બાદ રાકેશભાઈને ભાઈ ભાભી સાચવતા હતા જોકે સમાચાર મળી રહ્યા છે કે રાકેશભાઈ પણ લોખંડના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment