મનાલી જતી વખતે એક કાર અનિયંત્રિત થતા 300 ફુટ ઉંડી ખાઈમાં પડી ગઈ, અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ…

61

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ છે અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-205 પર ગંભર પુલ પર થયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા તમામ યુવકો હરિયાણાના કૈથલના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ તેઓ હિમાચલ પ્રદેશના મનાલી ની મુલાકાત લેવા જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમની કાર અનિયંત્રિત થઇ હતી અને રોડની સાઈડ માં આવેલી 300 ફુટ ઉંડી ખાઈમાં કાર પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 3 વ્યક્તિઓના મૃતદેહ કારની અંદર હતા અને 1 વ્યક્તિનું મૃતદેહ બહાર પડયું હતું.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં રાહુલ, રોબિન, મોહિત અને અભિષેકના 4 યુવકના મૃત્યુ થયા છે. અકસ્માત થયા બાદ યુવકના પરિવારના લોકો યુવકને ફોન કરવાની ટ્રાય કરતા હતા પરંતુ કોઈ ફોન ઉપાડ તો ન હતું.

તે માટે યુવકના પરિવારે આ અંગે કૈથલના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. અને પોલીસ તપાસમાં યુવકના ફોનનું લોકેશન રામશહર નજીકથી મળી આવ્યું હતું.

અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી યુવાનના મૃતદેહને ઊંડી ખાઈમાં થી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!