ગુજરાત રાજ્યમાં શાળા શરૂ કરવાના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના આ જિલ્લામાંથી વિદ્યાર્થીનીને આવ્યો કોરોના પોઝિટિવ, વાલીઓમાં મચ્યો ખળભળાટ

Published on: 5:55 pm, Wed, 13 January 21

ગુજરાત રાજ્યમાં શાળાઓ શરૂ થતા જિલ્લા ભરમા શિક્ષણ સામે પ્રશ્નાર્થ ફેલાયેલો છે.છેલ્લા કેટલાક સમયથી વાલીમંડળ વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરતાં પહેલાં જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે હજુ વેક્સિનેશન શરૂ નથી થયુ તો બાળકોની શાળા કેમ શરૂ કરવામાં આવી.

આજરોજ સૌરાષ્ટ્રના જામનગરમાં શાળાઓ શરૂ થતાં જ કોરોના પોઝિટિવ પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા કે કેમ તે હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે અને આ અંગે વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફેલાયું છે.

જોડીયા ની હુનર શાળાની ધોરણ 12 ની વિદ્યાર્થીની પોઝિટિવ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે જામનગરના ડીઈઓ ડોડીયા એ જણાવ્યું છે કે બાળકી શાળાએ ગઈ જ નથી છતાં.

એક કમ્પાઉન્ડ હોવાથી શિક્ષણકાર્ય એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્યું છે.જિલ્લા શિક્ષણ તંત્ર એ આ શાળાનું શિક્ષણ કાર્ય એક અઠવાડિયા માટે મોકૂફ રાખ્યું છે. વિદ્યાર્થિનીના હોસ્ટેલમાં પ્રવેશ પૂર્વે જ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ.

આવતા શાળા હોસ્ટેલ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. શાળા-કોલેજ ખુલ્યા ના ત્રીજા દિવસે વિદ્યાર્થીમાં કોરોના પોઝિટિવ આવતા વાલીઓ માં ખળભળાટ મચી ગયો છે.ગુજરાત રાજ્યમાં શાળા શરૂ કરવાના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના આ જિલ્લામાંથી વિદ્યાર્થીનીને આવ્યો કોરોના પોઝિટિવ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!