દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે. જ્યારે ઘણા લોકોને રખડતા ઢોરના કારણે આજીવન ખાટલો આવ્યો હશે. તમે સોશિયલ મીડિયા પર રખડતા ઢોરના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે.
ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પંજાબની અંદર બની હતી. અહીં રસ્તાની વચ્ચોવચ બે આખલાઓ અમને સામને આવતા બંને વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બંને આંખલાઓની બબાલમાં એક વૃદ્ધ મહિલાનો જીવ માંડ માંડ બચ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગલીમાં ત્રણથી ચાર મહિલાઓ ઉભેલી જોવા મળી રહે છે. જ્યારે એક વૃદ્ધ મહિલા ઘરની બહાર ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે.
ત્યારે ગલીમાં ત્રણથી ચાર રખડતા આખલાઓ આંટાફેરા કરતાં જોવા મળી રહ્યા છે. આખલાઓને જોઈને ઘરની બહાર ઊભેલી મહિલાઓ ડરી જાય છે અને તેઓ ત્યાંથી દૂર જઈને પોતપોતાના ઘરમાં જવા લાગે છે. એવામાં જ ત્યાં ઉભેલો એક આખલો ક્યાંથી પસાર થતા બીજા આખલા ઉપર જોરદાર પ્રહાર કરે છે અને ત્યારબાદ બંને વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ હતી.
આખલાઓની બબાલ થઈ તે પહેલા ખુરશી ઉપર બેઠેલી વૃદ્ધ મહિલા યોગ્ય સમયે ઘરમાં જતી રહી હતી. ઝગડતા ઝગડતા આખલાઓ તે ખુરશીને પણ અડફેટેમાં લઈ લે છે. જો વૃદ્ધ મહિલા યોગ્ય સમયે ખુરશી ઉપરથી ઉભી થઇ ન હોત તો તે આખલાઓની ઝપેટમાં આવી ગઈ હોત. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
રસ્તાની વચ્ચોવચ બે આંકડાઓ વચ્ચે થઈ ગઈ બબાલ, બાંકડા ઉપર બેઠેલી વૃદ્ધ મહિલા… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/NSH3s1RacZ
— GUJJU ROCKZ (@gujju_rockz) September 27, 2022
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment