ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પરની એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે બામણબોર પર નજીક બની હતી. મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા શામજીભાઈ જોધાભાઈ મેર તેમજ તેમના મામા મગનભાઈ સરવૈયા અને તેર વર્ષનો પુત્ર સ્મિત સાથે ત્રિપલ સવારીમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર જઈ રહ્યા હતા.
ત્યારે તેઓ બામણબોર ચેકપોસ્ટ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક ટ્રકે તેમની બાઇકને અડફેટેમાં લીધી હતી. બાઇકને ટક્કર લાગતાં જ બાજ પર સવાર ત્રણ લોકો રંગોળા ને રોડ પર નીચે પડ્યા હતા. ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક લઈને ભાગી ગયો હતો.
ઘટના બનતા જ આસપાસના લોકો કરતા સ્થળે એકઠા થઇ ગયા હતા અને આ ઘટનાની જાણ તાત્કાલિક 108 ને કરી હતી. ત્યારબાદ 108ની મદદથી પિતા-પુત્ર સહિત ત્રણેય લોકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ કરવામાં આવી હતી પરંતુ 108ની ટીમ દ્વારા 13 વર્ષના સુમિતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મગનભાઈ અને શ્યામજીભાઈ એને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા એરપોર્ટ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત શ્યામજીભાઈ ની ફરિયાદને લઇ ને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી અનુસાર ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયેલા ટ્રક મહારાષ્ટ્રનું પાર્સિંગ હતું તેવું સામે આવ્યું છે. પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પિતાની નજર સામે જ 13 વર્ષના માસૂમ પુત્રનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment