એક બાજુ લગ્નમાં દીકરીના સાથ ફેરા શરૂ થયા, તો બીજી બાજુ દીકરીના પરિવારના 14 સભ્યો જીવતા સળગી ગયા… દીકરી લગ્ન વિધિમાં પોતાની માતાને ગોતી રહી પરંતુ…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે ઝારખંડના ધનબાગ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા 14 લોકો એક જ પરિવારના હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. જે ઘરમાં આગ લાગી તે ઘરથી 500 મીટર દૂર સિદ્ધિવિનાયક મેરેજ હોલમાં પરિવારની દીકરીના લગ્ન ચાલી રહ્યા હતા.

એક બાજુ દીકરી લગ્નમાં સાત ફેરા ફરી રહી હતી અને બીજી બાજુ દીકરીના પરિવારના 14 સભ્યો જીવતા સળગી ગયા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે દીકરીની લગ્નની વિધિ ચાલી રહી હતી ત્યારે દીકરીને ખબર ન હતી કે તેના પરિવાર સાથે આ ઘટના બની છે. આટલું જ નહીં પરંતુ દીકરીની વિદાય સુધી પણ તેને જાણ થઈ ન હતી કે તેનો પરિવાર દુનિયામાં નથી રહ્યો.

બે કલાક સુધી લગ્નની વિધિ ચાલુ રહી. જ્યારે લગ્નની વિધિ ચાલુ હતી ત્યારે દીકરી પોતાની માતાને શોધી રહી હતી. પરંતુ દીકરીને ખબર ન હતી કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહે. વિગતવાર વાત કરે તો મંગળવારના રોજ સાંજના સમયે ઝારખંડમાં એક 10 માળની બિલ્ડીંગના ભયંકર આગ લાગી હતી.

આ ઘટનામાં ત્રણ બાળકો સહિત 14 લોકોના મૃત્યુ થયા હતા. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડર ફાડતા આ ઘટના બની હતી. મૃત્યુ પામેલા લોકોમાં 10 મહિલાઓ, ત્રણ બાળકો અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, જે ઘરમાં આગ લાગી હતી, તેમના ઘરમાં લગ્ન હતા.

31 જાન્યુઆરીના રોજ ઘરથી 500 મીટર દૂર આવેલા સિદ્ધિ વિનાયક મેરેજ હોલમાં પરિવારની દીકરીના લગ્ન હતા.જે દીકરીએ પોતાનો પરિવાર ગુમાવ્યો તે દીકરીનું નામ સ્વાતિ છે. આ ઘટનામાં સ્વાતિએ પોતાના માતા, ભાઈ અને દાદા-દાદી ગુમાવ્યા છે. આ ઉપરાંત ઘટનામાં સ્વાતિની બહેન અને તેના દીકરાનું પણ મૃત્યુ થયું છે.

જ્યારે આ ઘટના બની ત્યારે લગ્ન મંડપની આસપાસ બેઠેલી મહિલાઓ અને તેમના પરિવારના લોકો વાતોમાં એવી રીતે મજબૂરી થઈ ગયા કે જાણે કંઈ થયું જ ન હોય. લગ્નમાં હાજર તમામ લોકો ઈચ્છતા હતા કે સ્વાતિને આ ઘટના વિશે ખબર ન પડે તે માટે તે લોકો આ રીતનું વર્તન કરી રહ્યા હતા. લગ્નમાં હાજર તમામ લોકો એવું વર્તન કરતાં હતા કે કાંઈ થયું જ નથી. પરંતુ જ્યારે વિદાય નો સમય આવ્યો ત્યારે દીકરીને આ વાતનો થોડોક અહેસાસ થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*