ગુજરાતના અનેક કલાકારો આજે દેશ વિદેશમાં લોક સંસ્કૃતિની ધૂમ મચાવી રહ્યા છે આજે કલાકારોને કારણે જ ગુજરાતી સંસ્કારો અને તેમનો વારસો સાથે લોકસંગીત વિદેશની ધરતીમાં પણ જોવા મળે છે તેમાં પણ ગુજરાતના લોકપ્રિય કલાકાર સાગરદાન ગઢવી ના ગીતો લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે સાગરદાન ગઢવી ના ગીતો સાંભળવા જોવા મળે છે.
સાગરદાન ગઢવીના કાર્યક્રમોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.તેમની સફળતા પાછળ ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર માયાભાઈ આહીરનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આ મુકામ સુધી પહોંચવા માટે તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. સાગરદાન ગઢવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા લોકોની વચ્ચે એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો અને વિડિયો શેર કરતા હોય છે.
સાગરદાન ગઢવી સંગીત ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તેઓ હંમેશા તેમની સાથે જોડાયેલા રહે છે આ કારણથી જ તેવા આજે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સંગીત ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે આ સાથે જ તેમના પર આદ્યશક્તિમાં મોગલ ની અસીમ કૃપા રહેલી છે તેમના કારણે જ આજે તેઓ સતત આગળ વધે તમામ લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. હાલમાં સાગરદાન ગઢવી ખુબ જ સુંદર વીડિયો શેર કર્યો છે જેને જો તેની સાથે જ તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા તથા તેમના ચાહકો તરફથી ભરપૂર કોમેન્ટ જોવા મળી હતી.
આપને જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં સાગરદાન ગઢવી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પોતાનું નવું ગીત ભોલે મહારાજ લોકો સમક્ષ લાવવા જઈ રહ્યા છે આ ગીતમાં ભગવાન મહાદેવ પ્રત્યેનો પ્રેમ ભાવ શ્રદ્ધા વિશ્વાસ ખુબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે સાથે જ સાગરદાન ગઢવીનો અવાજ દરેક લોકોના હૃદયમાં સ્પર્શી ગયો છે આ ગીત શ્રાવણ માસ નિમિત્તે ખૂબ જ ધૂમ મચાવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ગીતની સફળતા માટે તમામ ચાહકોએ શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે જ પવિત્ર શ્રાવણ મા નિમિત્તે સાગરદાન ગઢવીએ શિવલિંગ સામે બેસી ભગવાન મહાદેવની આરાધના કરી હતી તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે આ તસવીરોને લાઈક સાથે તમામ ચાહકોએ હર હર મહાદેવના નાદ પણ લગાવ્યા હતા.