બોટાદમાં આવેલા વિશ્વ પ્રખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ગામે કષ્ટભંજન દાદાને આજે ગુડી પડવા નિમિત્તે અને ચૈત્રી નવરાત્રી નો પ્રથમ દિવસ હોવાના કારણે દિવ્ય વાઘનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરના પટાકણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
અને તેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે ગૂડીપડવા તેમજ નવરાત્રીના પ્રથમ દિવસ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી
કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પરંપરાગત દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.તેમજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આ સાથે જ શણગાર કરી સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી
વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.બીજી તરફ મંદિરના પટઆંગણમાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન
દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment