ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પોતાની તૈયારી અત્યારથી જ બતાવી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ વડોદરા ખાતે એક પ્રસંગમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
ત્યારે એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી ત્યારે તેમને કાશ્મીર, આમ આદમી પાર્ટી અને ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશે મહત્વનું નિવેદન આપ્યું.
કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજરોજ ગુજરાતમાં વડોદરા ખાતે મુલાકાતે આવ્યા હતા. ત્યારે એરપોર્ટ પર તેમને જમ્મુ કાશ્મીરના મામલે નિવેદન આપ્યું તેમને કહ્યું કે કાશ્મીરના મુદ્દે સરકારે નેતાઓ સાથે વાતચીત શરૂ કરી છે.
ઉપરાંત આ વાતચીત શરૂ થઈ તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો. તેઓ તમામ નેતાઓ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
કાશ્મીરનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. આથી કાશ્મીરના લોકો સાથે ચર્ચા કરીને સમાધાન થવું જોઈએ. આ ઉપરાંત દિગ્વિજયે કહ્યું કે આમ આદમી પાર્ટીનો પૂરો અધિકાર છે.
કે તે સમગ્ર દેશમાં પોતાનો પ્રચાર કરે, આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીમાં પંજાબમાં પણ પૂર્ણ પ્રયાસ કર્યો અને ગોવામાં પણ પ્રયાસ કર્યો. અને આ ઉપરાંત તેમને કહ્યું કે સુરતમાં સીટો જીતી ગયા તેનો મતલબ એવો નથી કે સમગ્ર દેશમાં જીતી ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment