આપણે સૌ લોકો જાણીએ છીએ કે હિન્દુ પરંપરાગત સંસ્કૃતિમાં અને સમગ્ર ભારતમાં પવિત્ર શ્રાવણ માસમાં દેવોના દેવ મહાદેવની વિશિષ્ટ પૂજા આરાધના કરવામાં આવે છે આ સમગ્ર મહિનામાં ભગવાન મહાદેવની પૂજા કરવાનું વિશિષ્ટ મહત્વ રહેલું છે આ કારણ તે જ સમગ્ર ભારતભરમાં મહાદેવના તમામ મંદિરોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો શિવ મંદિરે જોવા મળે છે ભગવાન મહાદેવના આ પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે દરેક ભક્તોનો ભગવાન શિવ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાને કારણે આ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
ભારત દેશના અલગ અલગ મંદિરોમાં ભગવાનને વિશિષ્ટ શણગાર પૂજા આરતી કરી આ પવિત્ર શ્રાવણ માસને વિશિષ્ટ ખાસ બનાવવામાં આવે છે આ માહોલ વચ્ચે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર નિમિત્તે દરેક ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક એટલે કષ્ટભંજન સાળંગપુર ધામ માં ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ કષ્ટભંજન દાદા ને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિ વાળા વાઘા પહેરાવી હિમાલયનો શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન દાદા ના અદભુત સ્વરૂપના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં દેશ વિદેશથી લાખો ભક્તો સારંગપુર ગામમાં પધાર્યા હતા.
આ સાથે શ્રાવણ માસ નિમિત્તે મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી દ્વારા મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભક્તોએ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દાદાને અલગ અલગ વાઘાનો શણગાર કરવામાં આવશે તથા અનેક ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો દાદાના ભક્તો દર્શનનો લાભ લેશે.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આજે શિવજીને પ્રિય સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને આજે પહેલો સોમવાર છે. ત્યારે દાદાના ગર્ભગૃહ અને સિંહાસને હિમાલયનો શણગાર કરાયો છે. તો દાદાને આજે શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા અને હિમાલયનો શણગાર બનાવવા માટે એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે. આ શણગાર અહીં કરતાં 3 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે 250 કિલો ડ્રાયફ્રુટની મીઠાઈનો અન્નકુટ ધરાવાયો છે.