મિત્રો સૌ પ્રથમ તો તમને બધાને જય માતાજી. આજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના ત્રણ માતાજીના મોટા મંદિર પણ આજે વહેલી સવારથી જ ખુલ્યા છે અને ત્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિર સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદિરે આજે વહેલી સવારે જ ભાવિક ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા.આજથી શરૂ થનાર ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસથી લઈને છેલ્લા મતલબ કે નવમા દિવસ સુધી ભક્તો ઉપવાસ કરતા હોય છે
માતાજીની ઉપાસના કરતા હોય છે અને આ નવ દિવસ રાજ્યની રક્ષા કરતી એવી ત્રણ ડુંગરા ઉપર સાક્ષાત પરચા પૂરનારી મહાકાળી આઈ ચામુડા અને મા અંબા ના દર્શને આજે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે.જો મિત્રો તમે પણ આ ચૈત્રી નવરાત્રીમાં માતાજીને રાજી કરવા માંગતા હોય તો
માતાજીની ઉપાસના તો જરૂર કરાય પરંતુ સાથે સાથે એવા કોઈ વ્યક્તિની એવા કોઈ ગરીબ બાળકની મદદ કરજો તેમનો ભણવાનો ખર્ચો ઉપાડજો કોઈ ગરીબ માની સેવા કરજો અને હા આ બધું કરવામાં આપણા પરિવારના આપણા મા બાપ બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખીને આ નવરાત્રીની ઉપાસના અને ખાસ રીતે ઉજવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment