ભારત બંધના એલાનના દિવસે ખેડૂતો માટે મોટા માઠા સમાચાર, રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

210

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આગામી 10 અને 11 મી ડિસેમ્બરના રોજ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવતા જગતના તાત ચિંતામાં બેઠો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, ભાવનગર, સોમનાથ, દાહોદ, પંચમહાલ, વડોદરા અને આનંદમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના મતે 10 અને 11 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને અમદાવાદ સુરત વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.પહેલા જ કપાસ,મગફળી ઉપરાંત તલ અને.

બાજરીના મોટો પાક નિષ્ફળ ગયા બાદ શિયાળુ પાક સારો થાય તેવી જગતના તાતને આશા હતી પરંતુ હવામાન વિભાગ ની વરસાદ ની આગાહી કરતા ખેડૂતોની ચિંતા વધી છે.

દિવાળી પછી ભારતમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર અને બેકાબૂ થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!