માણસા તાલુકાના જૈનતીર્થ મહુડી પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં શનિવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. શનિવારના રોજ અહીં કડીથી કેટલા યુવાનો શ્રાવણી અમાસે દર્શન કરીને નદીમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન નદીમાં એક યુવકને ડૂબતો જોતા ચારથી પાંચ મિત્રો તેને બચાવવા માટે નદીમાં ઉતર્યા હતા.
આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે કડી ભાઉપુરાના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા માણસા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ નદીમાં ડૂબી ગયેલા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, શ્રાવણી અમાસે કડીથી કેટલા યુવાનો મવડી ખાતે દર્શન કરવા તેમજ અહીંથી પસાર થતી સાબરમતી નદીમાં નાહવા માટે આવ્યા હતા. બપોરના સમયે જ્યારે યુવાનો સાબરમતી નદીમાં નાહવા ગયા ત્યારે તે લોકોએ પાણીમાં એક યુવકને ડૂબતો જોયો હતો. ત્યારે તેને બચાવવા માટે ચાર-પાંચ મિત્રો નદીમાં ઉતર્યા હતા.
પરંતુ નદીમાં ડૂબી રહેલો યુવક પાણીના પ્રવાહના કારણે થોડીક ઊંચી જગ્યાએ પહોંચી ગયો હતો તેથી તે બચી ગયો હતો. પરંતુ તેને બચાવવા માટે નદીમાં પડેલા પાંચ યુવકો પૈકી 25 વર્ષે પ્રકાશભાઈ રાવળ નામનો યુવક નદીમાં ઊંડાણ તરફ ચાલ્યો ગયો હતો. જેના કારણે તે પાણીમાં ડૂબી ગયો હતો.
આ દરમિયાન અન્ય ચાર મિત્રો પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. પરંતુ કિનારે ઉભેલા કેટલાક યુવકોએ તેમને બહાર ખેંચી લીધા હતા. પરંતુ ઊંડા પાણીમાં ડૂબી રહેલા પ્રકાશને તે લોકો બચાવી શક્યા ન હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે પાણીમાં ડૂબી ગયેલા પ્રકાશના મૃતદેહને બહાર કાઢ્યું હતું અને આ ઘટનાની જાણ પ્રકાશના પરિવારજનોને કરી હતી. પ્રકાશના મૃત્યુના સમાચાર સાંભળીને તેના માતા-પિતા અને તેની પત્ની રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment