આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને જોઈને આપણે રડી પડીએ છીએ, આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન છે. ત્યારે મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના માં મોતને ભેટેલા ચેતનભાઇ બેચરભાઈ પરમાર ની બહેન સંગીતાબેન ને જણાવ્યું હતું કે ગત રક્ષાબંધને તેમણે પોતાના ભાઈને સ્નેહના તાંતણે રાખડી બાંધી હતી.
પરંતુ આજે તેઓ કોને રાખડી બાંધે ? રડતા રડતા સંગીતાબેને જણાવ્યું હતું કે તેમનો એકનો એક ભાઈ પરિવારનો આધાર હતો. પરિવાર પાસે પોતાના ઘરનું ઘર પણ ન હતું ત્યારે ભાઈ પરિવારને આર્થિક ટેકો આપતો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારો ભાઈ માતા-પિતાનો આધારસ્તંભ હતો,
પરંતુ ઝૂલતા પૂલની ગોઝારી દુર્ઘટનામાં એક છોકરી તેમના ફઈબા ના ત્રણ દીકરા અને સંગીતાબેન સગા ભાઇનું મોત નીપજ્યું હતું. આજે પણ સંગીતાબેન ની આંખોમાં આંસુ નો દરિયો છલકાય છે અને એક જ પ્રશ્ન પૂછે છે કે મારા ભાઈને ક્યારે ન્યાય મળશે ? આજે રક્ષાબંધનના દિવસે ભાઈની ખુબ યાદ આવી રહી છે હું કોને રાખડી બાંધુ?
તેમના કાકાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ આ દુર્ઘટના સમયે ઘટના સ્થળે હાજર હતા. ઘણા લોકો ત્યાં હાજર હતા અને જેમાં તેમણે પોતાનો ભત્રીજો ગુમાવી દીધો છે. મોરબીમાં એ દિવસે રવિવાર હતો, સાંજે હળવું અંધારું પથરાઈ રહ્યું હતું ત્યારે માત્ર દસ સેકન્ડની એક દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધારામાં ડૂબી ગયા હતા. સૂર્યનારાયણ આથમતી દિશામાં ડૂબી રહ્યા હતા ત્યારે અનેક જિંદગીઓ આથમી ગઈ હતી. થોડી ક્ષણો પહેલા જ જ્યાં આનંદ અને ઉમંગનો કિલ્લોલ ગુંજતો હતો,
એ મોરબી નો મચ્છુ નદી પરનો ઝુલતો પુલ મરણચીસો થી ગુંજી ઉઠ્યો હતો. બે કટકા થઈને તૂટી પડેલા પૂલના કેબલ પકડીને લટકતા લોકો મચ્છુના જળમાં બેબાકળી આંખે પોતાના પરિવારજનને શોધતા હતા. આજે પણ મૃતકોના પરિવારજનો ન્યાયની આશા પોતાની આંખોમાં સેવી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર સંગીતાબેન પોતાના ભાઈ ચેતનભાઇને યાદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment