ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વલેટવા ખાતે આવેલું શ્રીમન કામેશ્વર મહાદેવ મંદિર માં આકર્ષણનો મુખ્ય કેન્દ્ર તે આવેલી વિવિધ પ્રકારની શિવલિંગ છે. આ મંદિરમાં કુલ 51 શિવલિંગ છે જેમાંથી ભારતના 12 જ્યોતિર્લિંગ દર્શન સિવાય વિવિધ પ્રકારના શિવલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે આ મંદિરમાં 108 દેવી દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.ત્યાંના પૂજારી અને સંચાલક વિનોદભાઈ જોશી એ જણાવ્યું કે ચાંગા ગામના યુકેમાં રહેતા પ્રફુલભાઈ પટેલ પરિવાર દ્વારા પોતાના માતા પિતાના સ્મરથે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ મંદિર સર્વ ધર્મ તરીકે ઓળખાય છે. કારણ કે આ મંદિરમાં દરેક દેવી-દેવતાઓની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરનું ખાસ આકર્ષણ ત્યાંની 51 શિવલિંગ છે જેમાં બાર જ્યોતિર્લિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મંદિરમાં મુખ્ય આકર્ષણ ત્યાંનું 151 કિલો પારાનું શિવલિંગ છે. આ શિવલિંગ ખૂબ જ અનોખો અને મનોકામના પૂર્ણ કરતું શિવલિંગ છે. આ ઉપરાંત આ ગુલાબી સ્ટફિંગ અને નર્મદા નદીમાંથી મળેલા શિવલિંગના દર્શન કરી શકાય છે. પારાનું શિવલિંગ બનાવટના આઠ મહિનાનો સમય લાગ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment