ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે મહેસાણા જિલ્લામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વલાસણા પાસે પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકો માંથી 3 યુવકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે.
આ ઘટના બનતા જ જન્માષ્ટમીના તહેવારમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા વસલાના ગામે જન્માષ્ટમીના દિવસે ચારેય બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે ગામના કેટલાક યુવકો ગામમાંથી પસાર થતી સાબરમતી નદીના તટે ભેગા થયા હતા.
ત્યારબાદ યુવકો નદીમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન ચાર યુવકો એક પછી એક પાણીમાં ડૂબા લાગ્યા હતા ત્યારે ત્યાં હાજર અન્ય યુવકોએ આ ઘટનાની જાણ ગામના લોકોને કરી હતી. એટલે ગામના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આઠ યુવકો માંથી ચાર યુવકો પાણીમાં નહાતી વખતે પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
જેમાંથી ત્રણ યુવકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. જ્યારે એક યુવકને માંડ માંડ બચાવવામાં આવ્યો હતો. તેની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર વડનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહે છે. એક જ ગામના ત્રણ યુવકોના મોત થતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેય યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ ઘટનામાં 20 વર્ષીય રાઠોડ જયરાજસિંહ વિક્રમસિંહ, 21 વર્ષીય રાઠોડ યુવરાજસિંહ મહોબ્બતસિંહ અને 20 વર્ષીય રાઠોડ કૃણાલસિંહ અરવિંદસિંહ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment