ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં બે યુવાનોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે.
જન્માષ્ટમીના દિવસે જુવાનજોધ દીકરાઓના મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના જુના માર્કેટિંગ નજીક આવેલ વીર હનુમાન ચોક નજીક જન્માષ્ટમીના કાર્યક્રમો દરમિયાન એક યુવક અચાનક જ ઢળી પડ્યો હતો.
આ ઘટના બનતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પછી જમીન પર પડેલા યુવકને ઉપાડીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
સામે આવી રહ્યું છે કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ જતીન સરવૈયા હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. જન્માષ્ટમીના દિવસે જતીનનું હાર્ટ એટેક આવતા મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
બીજી ઘટનાને લઈને વાત કરીએ તો આ ઘટના રાજકોટ જિલ્લાના જેતપુરમાં બની હતી. જેતપુરમાં પંચવટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 26 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ વિજયભાઈ મેઘનાથી હતું. વિજયભાઈને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો એટલે તેમને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે વિજયભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment